ગુજરાત
News of Thursday, 4th January 2018

ખેરાલુ પાસેના ચાણસોલ ગામે સગર્ભા મહિલાની લોખંડના કોશના ફટકા ઝીંકી હત્યા:અરેરાટી

ઝઘડો થતા સાસુ,સસરા અને પતિએ લોખંડની કોશના નવ ઘા ઝીક્યાં:ત્રણેય આરોપી ફરાર

અમદાવાદ ;ખેરાલુ નજીકના ચાણસોલ ગામે સાસુ-સસરા અને પતિએ સગર્ભા મહિલાની કોશના ફટકા ઝીંકી હત્યા કરતાં અરેરાટી ફેલાવી છે.મળતી વિગત મુજબ ખેરાલુ નજીક આવેલા ચાણસોલ ગામે રહેતા વિપુલ બળદેવજી રાણાના ચાર વર્ષ અગાઉ વડનગર નજીક આવેલા મીરજાપુરની મનીષા સાથે લગ્ન થયા હતા આ દંપતીને દોઢ વર્ષનો પુત્ર પણ છે ચાર વર્ષના લગ્નજીવન દરમિયાન વિપુલ અને મનીષા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

   દરમિયાનમાં ગઇ કાલે બપોરે બે મહિનાનો ગર્ભ ધરાવતી મનીષા ખેતરે કામ કરવા ગઇ હતી ત્યારે ખેતરમાં જ કામ કરી રહેલા સાસુ-સસરા અને પતિ સાથે ફરી ઝઘડો થતાં સાસુ-સસરા અને પતિએ મનીષાને માથાના ભાગે લોખંડની કોશના નવ જેટલા ફટકા ઝીંકી હત્યા કરી હતી હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ નાસી છૂટયા હતા આ અંગે મનીષાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસ અધિકારીઓએ પહોંચી જઇ સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(10:57 pm IST)