ગુજરાત
News of Thursday, 4th January 2018

પાંચ કરોડથી વધુ મહિલા અનિચ્છિત વાળથી ગ્રસ્ત

મહિલાઓ ડિપ્રેશનનો શિકાર થઇ રહી છેઃ લેસર હેર રિડકશન માટે અલ્મા લેસર્સ દ્વારા સોપ્રાનો આઇસ પ્લેટિનમ લોન્ચ : અમદાવાદમાં સ્કીન કલીનીક

અમદાવાદ,તા.૪, ભારતમાં ૧૦ વર્ષથી લઇ ૪૫ વર્ષની વય ધરાવતી આશરે પાંચ કરોડથી વધુ મહિલાઓ શરીરના જુદા જુદા ભાગો પર અનિચ્છિત વાળ ઉગવાની સમસ્યાથી પીડાઇ રહી છે. ખાસ કરીને ટીનેજર્સ અને યુવતીઓ અનિચ્છિત વાળની સમસ્યાથી માનસિક તાણ અને ડિપ્રેશનનો ભોગ બની રહી છે એમ અત્રે  કા-લોન સ્કીન કલીનીકના સીઇઓ  પાર્થેશ વકીલ, કલીનીકના સ્થાપક કૌશલ શાહ અને મેડિકલ કોસ્મેટોલોજીસ્ટ ડો.મહિમા ભટ્ટે જણાવ્યું હતું. શરીરની સ્કીન, વાળ અને શરીર માટે અત્યાધુનિક ટેકનોલોજી સાથેના વિશ્વ સ્તરનું સૌપ્રથમ અમેરિકા સ્થિત મેડિકલ સ્પા કા-લોન સ્કીન કલીનીકનું આજે અમદાવાદમાં ઉદ્ઘાટન કરાયુ તે પ્રસંગે આ મહાનુભાવોએ આ માહિતી આપી હતી. આ સાથે જ અમેરિકા સ્થિત એસ્થેટિક સેન્ટર કા-લોને ભારતમાં અમદાવાદમાં પ્રહલાદનગર રોડ પર તેનું લોન્ચીંગ કર્યું હતું. કા-લોન સ્કીન કલીનીકના સીઇઓ  પાર્થેશ વકીલ, કલીનીકના સ્થાપક કૌશલ શાહ અને મેડિકલ કોસ્મેટોલોજીસ્ટ ડો.મહિમા ભટ્ટે વધુમાં જણાવ્યું હતુ કે, યુવતીઓ અને મહિલાઓને મોટે ભાગે ચહેરાની બંને બાજુ, હોઠ પર, હડપચીની પર, પીઠની ઉપરાનિા ભાગમાં, ખભા પર, સ્તનના ભાગે અને પેઢુની ઉપરના ભાગે અનિચ્છીત વાળની સમસ્યાઓ સતાવતી હોય છે, પુરુષોમાં પણ અનિચ્છીત વાળની સમસ્યા એટલી જ હદે ચિંતિત કરે છે. શરીરના જુદા જુદા ભાગો પર અનિચ્છીત વાળને લઇ વ્યકિત લઘુતાગ્રંથિ અને માનસિક તાણનો શિકાર બનતી હોય છે. અનિચ્છીત વાળને દૂર કરવા સામાન્ય રીતે વેકસીંગ, શેવીંગ જેવી પરંપરાગત પધ્ધતિઓ લોકો અપનાવતા હોય છે પરંતુ તે પીડાદાયક, ખર્ચાળ અને તેનું પરિણામ કામચલાઉ છે, તેની સામે કા-લોન સ્કીન કલીનીકમાં અલ્મા લેસર્સ દ્વારા સોપ્રાનો આઇસ પ્લેટિનમ મશીનની મદદથી શરીરમાં વાળને મૂળમાંથી પીડા વિના દૂર કરી શકાય છે. આ પધ્ધતિ સૌથી શ્રેષ્ઠ, સસ્તી અને અસરકારક બની રહે છે. તેમણે ઉમેર્યું કે, બીજા કોઇપણ દેશ કે શહેરમાં જયાં અનિચ્છીત વાળને દૂર કરવા માટે બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યાં કા-લોન કલીનીકમાં માત્ર રૂ.૪૯,૯૦૦ ના દરે આ વિશ્વ સ્તરની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, તેનો આશય માત્ર એક જ છે કે, લોકોને ઓછા ખર્ચે વિશ્વસનીય અને વિશ્વ સ્તરની સુવિધા પ્રાપ્ય બને. કો-લાન કલીનીકમાં સ્કીન ઉપરાંત, સ્લીમીંગ, ત્વચાના વિશ્લેષણ, ચહેરા અને વાળ સહિતની અન્ય સારવાર પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ પ્રસંગે સાર્ક ઓપરેશન્સના એમડી સૌમેન દત્તા પણ ખાસ હાજર રહ્યા હતા.

(9:59 pm IST)