ગુજરાત
News of Thursday, 4th January 2018

વિધાનસભા વિરોધપક્ષના નેતાના નામની એક -બે દિવસમાં જાહેરાત

રાજકોટ તા. ૪: વિધાનસભા વિરોધ પક્ષના નેતાની પસંદગી માટે મળેલ કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠક પૂર્ણ થઇ ગઇ છે આ બેઠકમાં નેતા વિપક્ષનાં નામને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિરીક્ષક અશોક ગેહલોત, જીતેન્દ્રસિંહ બેઠકમાં હાજર  રહયા હતા.

બેઠકમાં ધારાસભ્યો સાથે વન ટૂ વન ચર્ચા કરવામાં આવી હતી. બધાનો અભિપ્રાય જાણી એક-બે દિવસમાં સતાવાર રીતે વિપક્ષ નેતાના નામની જાહેરાત કરાશે.

(8:26 pm IST)