ગુજરાત
News of Thursday, 4th January 2018

ખાદ્ય - અનાજ સામગ્રીમાં હલકી ગુણવત્તા નહી ચલાવી લેવાયઃ વિજયભાઇ

ગાંધીનગરમાં અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરીનો પ્રારંભ

ગાંધીનગર તા. ૪ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીઍ રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરીત થતા અનાજ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા-કવોલિટી ઉચ્ચકક્ષાની મળી રહે તેવી વ્યવસ્થા સુનિડ્ઢિત કરવાનું નવતર સોપાન ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યું છે.

 

મુખ્યમંત્રીશ્રીઍ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના સહયોગથી ગાંધીનગરમાં રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરીનો કાર્યારંભ કરાવ્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીઍ આ ફૂડ રિસર્ચ લેબોરેટરી સ્ટેટ ઓફ ધ આર્ટ કક્ષાની બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં કહ્નાં કે દેશના અન્ય રાજયો તેમજ વિદેશોમાંથી પણ આ ફૂડ રિસર્ચ લેબોરેટરીના નવતર પ્રયોગ પ્રત્યે જિજ્ઞાસા જાગી છે.

મુખ્યમંત્રીશ્રીઍ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજયમાં ૧૭ હજાર ઉપરાંત વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પરથી રાહત દરે ખાદ્યાન્ન, તેલ, કઠોળ મેળવતા ૩.૮૪ કરોડ લાભાર્થીઓ તેમજ ૩૩ હજાર મધ્યાન્હ ભોજન કેન્દ્રોના ૩૯ લાખ બાળકો અને પ૩ હજાર આંગણવાડીના ૬પ લાખ જેટલાં ભુલકાંઓને શુધ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો જ મળે તેવો સરકારનો ધ્યેય રહ્ના છે.

 શ્રી વિજયભાઇ રૂપાણીઍ જરૂરતમંદોને અપાતા ખાદ્યાન્નની ગુણવત્તામાં ભેળસેળ-હલકી કક્ષા સામે ઝિરો ટોલરન્સ માટે આ ફૂડ રિસર્ચ લેબોરેટરી ઍક સક્ષમ માધ્યમ બનશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવ્યો હતો.

 તેમણે સમગ્ર લેબોરેટરીના વિવિધ વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લઇ રજેરજની વિગતો મેળવી હતી.

 અત્રે ઍ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા અનાજની ગુણવત્તા હાઇકવોલિટીની મળી રહે તેની ચોકસાઇ માટે ડાયરેકટરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ સાથે મળીને આ સ્ટેટ ઓફ ધ આર્ટ ફૂડ રિસર્ચ લેબોરેટરી શરૂ કરવા માટેના ૧૦ વર્ષના પ્રારંભ થયા છે.

 આ લેબોરેટરીના પ્રારંભ વેળાઍ કાયદો-ન્યાયતંત્ર મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ન-નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ શ્રી રાજેશ પાઠક તેમજ અન્ન-નાગરિક પુરવઠા વિભાગના વરિષ્ઠ સચિવો, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના અધિકારીઓ પણ જાડાયા હતા.(૨૧.૨૨)

(4:28 pm IST)