ગુજરાત
News of Thursday, 4th January 2018

ગુજરાત યુનિવર્સીટી સલંગ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે બીભત્સ વર્તન કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજના એક પ્રોફેસરે વિદ્યાર્થિની સાથે બિભત્સ વર્તન કર્યાની ફરિયાદ સામે આવી છે.વિદ્યાર્થિનીએ આચાર્યને કરેલી ફરિયાદને પગલે આચાર્યએ ત્રણ સભ્યોની કમિટી રચી હતી અને કમિટી રીપોર્ટના આધારે પ્રોફેસરને કોલેજમાંથી રસ્ટીગેટ કર્યા હતા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બીએમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ તાજેતરમાં કોલેજના આચાર્યને કોલેજના એક પ્રોફેસર સામે ગંભીર ફરિયાદ કરી હતી.જેમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે કોલેજના પ્રોફેસર મારા ઘરે આવે છે અને અણછાજતુ વર્તન કરે છે.આ અંગે કોલેજના આચાર્યનું કહેવુ છે કે બીએમાં બીજા વર્ષમાં ભણતી એક વિદ્યાર્થિનીએ થોડા સમય પહેલા મને લેખિત ફરિયાદ કરી હતી. બીએમાં ગૌણ વિષય તરીકે કોમ્પ્યુટર ભણાવાય છે અને વિદ્યાર્થિનીએ કોમ્પ્યુટર વિષયના પ્રોફેસર સામે ફરિયાદ કરી હતી.જેમાં તેણે જણાવ્યું હતું કે પ્રોફેસર મારા ઘરે આવે છે અને તેમનું વર્તન મને ઠીક નથી લાગતુ,તેઓ મારી સાથે અણછાજતું અને અસભ્ય રીતે વર્તન કરે છે. તેઓનું વર્તન એક પ્રોફેસર જેવુ નથી અને તેઓ મર્યાદા બહાર આગળ વધીને વાત કરે છે અને તેમનું વર્તન યોગ્ય નથી.આમ વિદ્યાર્થિનીની આ ફરિયાદને પગલે અમે ત્રણ સભ્યોની કમિટી રચી હતી.કમિટી પ્રોફેસર અને વિદ્યાર્થિનીને રૂબરૂ બોલાવીને પુછપરછ કરી હતી અને તપાસને અંતે રીપોર્ટ આપ્યો હતો જેના આધારે અમે પ્રોફેસરને કોલેજમાંથી કાઢી મુક્યા છે. એક પ્રોફેસરે કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીના ઘરે જવાનું ન હોય તે અનપ્રોફેશનલી કહી શકાય જેથી અમે તેમને સજા આપતા રસ્ટીગેટ કરી દીધા હતા.આ પ્રોફેસર છેલ્લા બે વર્ષથી કોલેજમાં ફરજ બજાવતા હતા અને તેઓ કાયમી ન હતા કોન્ટ્રાક્ટ પર રાખવામા આવ્યા હતા.

 

(3:53 pm IST)