ગુજરાત
News of Thursday, 4th January 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર બે જુદા-જદુએ ગોઝાર અક્સમાતમાં એકનું મોત: 9ને ગંભીર ઇજા

અમદાવાદ:અમદાવાદ- વડોદરા હાઈવે ગોઝારો બન્યો છે. જેમાં આજે ગુરુવારે વહેલી સવારે થયેલા  બે અલગ અલગ હાઈવે પર અકસ્માત થયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત અને કુલ 9 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રેલર  વચ્ચે  થયેલા અકસ્માતમાં 1નું મોત અને 3 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી.  બંને વાહનો એવી રીતે ફસાયા હતા કે આણંદ ફાયરબ્રિગેડની ટીમને બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. આ રીતે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં ટ્રક ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. અને ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે અમદાવાદ વડોદરા વટામણ તારાપુર હાઈવે પર વડસરાના પાટિયા પાસે બે ટ્રક અને તુફાન કાર વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી. ઘાયલોને 108ની સેવા દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ બંને અકસ્માતમાં ગુનો નોંધી પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)