ગુજરાત
News of Thursday, 4th January 2018

પામ તેલ નિશ્ચિત જ રસોઇ બનાવવા માટે આરોગ્યવર્ધક પસંદગી છે

મલેશિયન પામ ઓઇલ કાઉન્સીલ દ્વારા અમદાવાદમાં બ્લોગર્સ મીટ યોજાઇ

અમદાવાદ તા.૪: મલેશિયન પામ ઓઇલ કાઉન્સિલ (એમપીઓસી) દ્વારા શહેરમાં અમુક ઉત્તમ ફૂડ બ્લોગર્સ માટે અત્યંત મોજમસ્તીથી ભરચક અને માહિતીસભર સંમેલનનું આયોજન કરાતાં અમદાવાદીઓ માટે અત્યંત રોમાંચક નોંધ પર નવા વર્ષનો શુભારંભ થયો હતો.

બ્લોગર્સ મીટનું દરેકેદરેક વ્યકિતને ઉત્તમ અનુભવ થવાની ખાતરી રાખવા માટે ખાધ, મોજમસ્તી અને માહિતીનું યોગ્ય સંતુલન જાળવીને બારીકાઇથી નિયોજન કરવામાં આવ્યું હતું. અને રેટ્રો થીમ રાખવામાં આવી હતી.

આ સંમેલન ફૂડ ટ્રેઝર હંટ સાથે કબોબ્સ ખાતે ૨ જાન્યુઆરી, ૨૦૧૮ની સંખ્યાએ શરૂ થયું હતું. જેમાં ખાધપ્રેમી સહભાગીઓને બાર્બેકયુ નેશન, શુગર એન્ડ સ્પાઇસમાં લઇ જવાયા હતા, જે પછી હેપ્પી સિંહથી કબીર અને ત્યાંથી પાછા કબોબ્સમાં તેઓ આવ્યા હતા. આખા જૂથમાં અમદાવાદના સૌથી નામાંકિત અને સન્માનિત ફુડ બ્લોગર્સનો સમાવેશ થતો હતો.

શ્રીમતી મંજુષા ચતુર્વેદી ઇવેન્ટમાં પધાર્યા હતા અને નિર્ણાયકની ભૂમિકા પાર પાડી હતી.

આ અવસરે બોલતાં ભારત અને શ્રીલંકા માટેના મલેશિયન પામ ઓઇલ કાઉન્સિલના કન્ટ્રી રિપ્રેઝેન્ટેટિવ ભાવના શાહે જણાવ્યું હતું કે લોકો હવે તેમના આરોગ્ય અને ખાધની આદતો પ્રત્યે.

વધુ સતર્ક બની ગયાં હોઇ પામ તેલ નિશ્ચિત જ રસોઇ બનાવવા માટે આરોગ્યવર્ધક પસંદગી છે અને આખા પરિવારના ઉત્તમ આરોગ્ય માટે ઉત્તમ પગલું છે અમદાવાદના ખાદપ્રેમીઓ થકી ઘેર ઘેર સીધા પહોંચીને જાગૃતિ ફેલાવવાની આથી વિશેષ સારી રીતે કોઇ હોઇ નહી શકે.

ભારતમાં આપણે બહુ ઓછા પ્રમાણમાં પામ તેલનો ઉપયોગ કરીએ છીએ અને તે વિશે બિલકુલ જાગૃતિ નથી. આ ઇવેન્ટમાં અમુક લાભો વિશે જાણકારી મળી હતી, જેમાં પામ તેલ આરોગ્યવર્ધક અને સસ્તું છે તેનો સંમાવેશ થતો હતો.

(12:25 pm IST)