ગુજરાત
News of Thursday, 4th January 2018

વડોદરા : 50 લાખની લોન ઠગાઈ કેસમાં આરોપીની જમીન અરજી અદાલતે ફગાવી

વેચાણ કરેલ મિલ્કતને બેંકમાં તારણમાં મૂકીને 50 લાખની લોન લેવાના કેસમાં હિમાંશુની જમીન ફગાવાઈ

વડોદરા : બેંકમાંથી 50 લાખની લોન ઠગાઈ કેસમાં આરોપીની જમીન અરજી કોર્ટે ફગાવી દીધી છે વેચાણ કરી દીધેલી મિલ્કતને બેન્કના તારણમાં મૂકીને 30 લાખની લોન લઈને લોનની ભરપાઇ નહી કરી 50 લાખની ઠગાઇ કેસમાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અદાલતે ફગાવી દીધી હતી.આ અંગેની વિગતો મુજબ પ્રતાપગંજમાં રહેતા હિમાંશુ પ્રવિણ તલાટી  અને તેની પત્ની પ્રાંજલીએ જેતલપુર રોડ પર શરણમ ફોર્ચ્યુન સ્થિત ઓફિસ અકોટાના નિમ્બાલકર એન્ટરપ્રાઇઝના ડાયરેકટર પ્રફુલ પટેલને 41 લાખમાં રજીસ્ટર્ડ બાનાખતથી વેચાણ કરી હતી. વેચાણ કરી હોવા છતાં આ જ મિલકતને દંપતીએ રાવપુરાની શ્રી કો.ઓ.બેંકમાં તારણમાં મુકી 50 લાખની લોન લઇ ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે દંપતી અને તેમના બે જામીનદારો સામે પોલીસમાં ગુનો નોંધાયા બાદ હિમાંશુએ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરી હતી.

(10:27 am IST)