ગુજરાત
News of Wednesday, 3rd January 2018

કપરાડા અને ડાંગમાં શિક્ષકોના કારણે ભાજપ હાર્યું ;ભાજપના સાંસદ કે,સી,પટેલની ધમકીથી ચકચાર

-પારડીના કાર્યક્રમમાં શિક્ષકોને જોઈ લેવા કાર્યકરોને સૂચના ;સાંસદની ખુલી ધમકીને લઈને યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યની માંગ

અમદાવાદ ;રાજ્યમાં પાતળી બહુમતીથી ભાજપની છઠ્ઠી વખત સરકાર બની છે ત્યારે ભાજપના લક્ષ્યાંક કરતા ઓછી બેઠક આવતા અને હાર માટે કોઈને નિમિત્ત માનીને ભાજપના નેતાઓ હિસાબ કરવા લાગ્યા હોવાનું ભાજપના સાંસદની ભાષા પરથી જણાઈ રહયું છે ભાજપના સાંસદ કે.સી. પટેલે પોતાના જિલ્લાના શિક્ષકોને ખુલ્લી ધમકી આપી છે. પારડી ખાતે યોજાયેલા ભાજપના એક કાર્યક્રમ દરમિયાન સાંસદે જાહેર મંચ પરથી પોતાના કાર્યકર્તાઓને સૂચના પણ આપી હતી કે જ્યાં પણ શિક્ષકો નોકરી કરી રહ્યા હોય ત્યાં તેમને જોઈ લો.કારણ કે, શિક્ષકોના કારણે જ કપરાડા અને ડાંગમાં ભાજપની હાર થઈ છે બીજી તરફ સાંસદની આ ધમકીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે કપરાડાના ધારાસભ્ય જિતુ ચૌધરીએ આ ખુલ્લી ધમકીને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. 

(11:48 pm IST)