ગુજરાત
News of Wednesday, 3rd January 2018

વડોદરાના ન્યુ સમા રોડ પરની સોસાયટીમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું

એક ગ્રાહક અને એક યુવતી કઢંગી હાલતમાં પકડાયા :અન્ય બે મહિલાઓ પણ મળી

વડોદરા: વડોદરાના ન્યુ સમા રોડ પરની સોસાયટીમાંથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું છે ફતેહગંજ પોલીસે દરોડો પાડતાં એક ગ્રાહક અને એક યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા જયારે અન્ય બે મહિલાઓ પણ મળી આવી હતી
 મળતી વિગત મુજબ વડોદરાના ન્યુ સમા રોડ પરની અંબિકા વિજય સોસાયટીના એક મકાનમાં કુટણખાનું ચાલતું હોવાની કોઇ નાગરિકે શહેર કન્ટ્રોલ રૂમને ફરિયાદ કરતાં ફતેગંજ પોલીસે મકાનમાં પહોંચી દરોડો પાડવા મકાનમાં પ્રવેશી ત્યારે એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા
   મકાન માલિક મહિલા જુદી જુદી યુવતીઓને બોલાવીને મકાનમાં કુટણખાનું ચલાવતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.મકાનમાંથી અન્ય બે મહિલા પણ મળી હતી.પોલીસે મકાનની માલિક મહિલાની પુછપરછ કરતાં આ મહિલા જ પોતાના મકાનમાં કુટણખાનું ચલાવતી હોવાનું અને આ મહિલા ગ્રાહકો પાસેથી 300 રૂપીયા લેતી હતી અને તે પૈકી 150 રૂપીયા યુવતીને આપતી હોવાનું પણ પોલીસ પાસેથી જણવા મળ્યુ હતું.

(10:56 pm IST)