ગુજરાત
News of Wednesday, 3rd January 2018

હાર્દિક પટેલ સહિતના સામે વિસનગર કોર્ટમાં 17મીએ સુનાવણી

ધારાસભ્યની ઓફિસમાં તોડફોડનો મામલો :કોર્ટ મુદતે હાર્દિક પટેલ,લાલજી પટેલ સહીત 17 આરોપીઓ કોર્ટમાં હાજર :સાક્ષીઓ ગેરહાજર રહેતા મુદત પડી

અમદાવાદ :મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવા મામલે આજે કોર્ટમાં મુદ્દત પડી હતી મુદતે પાસ કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજી પ્રમુખ લાલજી પટેલ સહિત ૧૭ આરોપીઓ વિસનગર કોર્ટમાં હાજર રહ્યા હતા. જોકે સુનાવણી દરમિયાન કેસના સાક્ષીઓ ગેરહાજર રહેતા ફરીયાદી પક્ષ દ્વારા નવી તારીખ માંગવામાં આવી હતી. જેના કારણે આ કેસમાં વધુ એક મુદ્દત પડી છે.

   હવે આ મામલે વિસનગર કોર્ટમાં ૧૭ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે ૧૭ જાન્યુઆરીએ તમામ આરોપીઓ અને સાક્ષીઓને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ કર્યો છે. હાર્દિક સહિતના આરોપી વિસનગર પહોંચતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

(10:55 pm IST)