ગુજરાત
News of Wednesday, 3rd January 2018

પાંચ ફૂડ કોર્ટ બાંધકામને તોડાતા તંગદિલી ફેલાઈ

એસજી હાઈવે પર કાર્યવાહી કરાઈ

અમદાવાદ, તા.૩, અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે ઉપર ગુજરાત હાઈકોર્ટની સામે આવેલી ખુલ્લી જગ્યામાં શરૂ કરવામાં આવેલી પાંચ ફૂડ કોર્ટના બાંધકામોને આજે નવા પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.આ અંગે નવા પશ્ચિમઝોનના એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહે કહ્યુ કે,ગુજરાત હાઈકોર્ટની સામે આવેલી ખુલ્લી જગ્યામાં વાંસ અને વળીની મદદથી સ્ટ્રકચર ઉભા કરીને પાંચ જેટલી ફૂડ કોર્ટ શરૂ કરવામા આવી હતી.આ જગ્યા સુચિત ડ્રાફટ ટી.પી.સ્કીમની દરખાસ્ત અનુસાર સમુચિત સત્તામંડળને સુચવવામાં આવેલ પ્લોટમાં આવતી હોઈ આ બાંધકામોને સીલ કરવામા આવ્યા હતા.આમ છતાં આ બાંધકામોના સીલ તોડીને ફરીથી ઉપયોગ શરૂ કરવામા આવ્યો હોવાનુ માલૂમ પડતા આજરોજ આશાપુરા રેસ્ટોરન્ટ,શ્રી રેસ્ટોરન્ટ,શીવાસ કાફે,લુડો કીંગ કાફે અને બ્રહ્માણી પરોઠા હાઉસનો સમાવેશ થાય છે.

(9:39 pm IST)