ગુજરાત
News of Wednesday, 3rd January 2018

સુરતમાં બાળાનુ અપહરણ કરીને દુષ્ક્રર્મ આચર્યા બાદ હત્યા

સુરતઃ સુરતમાં ફરી એક માસુમ નરાધમોનો શિકાર બની. સુરતના પલસાણાના વાકાનેળામાં માસુમ બાળકીની હત્યા કરવામાં આવી છે. બાળકીના અપહરણ બાદ હત્યા કરાયાનું સામે આવી રહ્યું છે. તો હત્યા બાદ ખેતરમાં ઝાડ પર બાળકીની લાશ લટકતી મળી આવતા ઘટનાનો પર્દાફાશ થયો હતો.

ચલથાણામાંથી આ બાળકી ગુમ થઇ હતી. જેની શોધખોળ ચાલી રહી હતી. તેવામાં બાળકીની લાશ મળી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી તે જાણી શકાયુ નથી પરંતુ દુષ્ક્રર્મ આચરી હત્યા કરી હોવાની ભીતી સેવાય રહી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

(7:18 pm IST)