ગુજરાત
News of Wednesday, 3rd January 2018

વડોદરાના ફતેગંજમાં તસ્કરોએ લેફ.કર્નલ સહીત 3 અધિકારીના મકાનમાંથી 2.58 લાખની ઉચાપત કરી

વડોદરા:શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ઈએમઈ કેમ્પસ વિસ્તારમાં થર્ટીફર્સ્ટની રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક લેફ્ટનન્ટ કર્નલ તેમજ મેજર અને કર્નલ સહિત ત્રણ અધિકારીના બંધ મકાનને નિશાન બનાવી લેફ.કર્નલના મકાનમાંથી ૨.૫૮ લાખથી વધુની મતાની ચોરી કરતા ચકચાર જાગી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં ઈએમઈ કેમ્પસ વિસ્તારમાં આવેલા વિદ્યાવિહાર ઈએમઈ સ્કુલ પાસે પરિવાર સાથે રહેતાં રાજસિંહ રામકુમાર દુહેત ઈએમઈ ખાતે લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા દસ દિવસથી તેમની પત્ની બંને પુત્રીઓ સાથે વતન જયપુરમાં જતા તે અત્રે એકલા હતા. ગત ૩૧મી ડિસેમ્બરની રાત્રે તે ઈએમઈ કેમ્પસમાં આવેલા એક કૈાટુંબીક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. આ દરમિયાન ઈએમઈ કેમ્પસમાં ત્રાટકેલા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તેઓએ તેમના મકાના મુખ્ય દરવાજાનું તાળું તોડી નાખ્યું હતું અને મકાનમાં પ્રવેશીને બેડરૃમાં લાકડના કબાટમાંથી લોકવાળી બેગમાંથી સોનાનું મંગળસૂત્ર, ચાર ચેન, બે જોડ પાટલા,ચાર જોડ એરીંગ્સ અને ત્રણ વીંટી સહિત ૧૪ તોલાથી વધુ વજનના સોનાના દાગીના તેમજ બાળકોના ચાંદીના દાગીના સહિત ૨.૫૮ લાખથથી વધુની મતાની ચોરી કરી હતી. આ ઉપરાંત તસ્કરોએ તેમના ઘર પાસે આઉટટ્રમ લાઈનમાં રહેતા રહેતા મેજર રવિશંકર લક્ષ્મીશંકર વ્યાસના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું બનાવાટી ચાવીથી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીનો પ્રયાસ કર્યો હતો જયારે બાજુમાં રહેતાં કર્નલ હરેન્દ્ર મનુભાઈ વ્યાસના પણ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતું પરંતું આ બંને મકાનોમાંથી ચોરી થઈ નહોંતી. મોડી રાત્રે કાર્યક્રમમાંથી ભાગ લઈને ઘરે પરત ફરેલા લેફ્.કર્નલને મકાનમાં ચોરીની જાણ થતાં તેમણે આ બનાવની ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આર્મિ જવાનોના રહેણાંક વિસ્તારમાં પણ તસ્કરો ત્રાટકી એક સાથે ત્રણ મકાનને નિશાન બનાવતા તસ્કરોને પોલીસ તો ઠીક પરંતું ખુદ આર્મિના જવાનોની પણ બીક નહી હોવાનું પુરવાર થયું છે.

 

 

(4:26 pm IST)