ગુજરાત
News of Wednesday, 3rd January 2018

અંબાજી માતાજી પ્રાગટય મહોત્સવની ઉજવણી

પાટણઃ શકિત ભકિત અને શ્રદ્ધાના ત્રિવેદી સંગમ સમા માઇ ધામ અંબાજી માતાજી મંદિરે પ્રાગટય મહોત્સવ પ્રસંગમાં અંબાના દરબારમાં શ્રધ્ધાના મહાસાગર હીલોળે  ચઢયો હતો. પોષી પુનમ સેવાનો પ્રાગટય મહોત્સવમાં શ્રેષ્ઠ અંબાજીના રાજમાર્ગો પર ભવ્યશોભા યાત્રા નીકળી હતી માંઇ ભકતોએ માં જંગદબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. હૈયે હૈયુ દળાય તેવી ભીડ જામી હતી અંદાજે પાંચ લાખ જેટલા શ્રધ્ધાળુઓ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હવનમાં પ્રમુખ સ્થાને યાત્રાધામ મંત્રી વિભારીબેન દવે જોડાયા હતા પ૧ પૈકીનું આદ્યશકિત પીઠ તરીકે અંબાજી જાણીતું છે. અહિં માં અંબાજી હૃદય પોત હોઇ આખા વિશ્વમાં પ૧, શકિત પીઠોમાં અંબાજી સંઘ રાષ્ટ્ર ગણાય અરવલીની ગીરીકન્દરાઓમાં પહાડો વચ્ચે બીરાજમાન માં અંબાના દર્શન અંગે આજે પોષી પૂનમ હોઇ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાંથી માઇભકતોનો પુરપ્રવાહ ઉમટી પડયો હતો. બોલો મારી અંબે જય જય અંબાના નાદથી અરવલીની ગીરીકંનદરાઓ ગુંજી રહી હતી. માતાજીનાં પ્રાગટય દિન (જન્મ દિવસે) માતાજીને ૧૦૦ કિલોની કેક બનાવી ધરવામાં આવી હતી. અંબાજીના વિવિધ મંડળો દ્વારા પ્રાગટય મહોત્સવમાં  સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કિણના પાટણના સંસ્કાર મોડી રાત સુધી માતાજીના સન્મુખ બેસી કવરેજ હાથ ધરાયું હતું. રાત્રીનાં ૧ર વાગ્યા સુધી માતાજીના ચાચર ચોકમાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ જામી હતી. (તસ્વીર-અહેવાલઃ જયંતીભાઇ ઠકકર-પાટણ)

(4:05 pm IST)