ગુજરાત
News of Wednesday, 3rd January 2018

બ્રહ્મસમાજ વિશે કોઇ ગેરસમજ હોય તો અગ્રણીઓ સાથે બેસીને ચર્ચા કરીશું: હાર્દિક પટેલ

વિસનગર કોર્ટમાં હાજરી આપી

વિસનગર તા. ૩: વિસનગર ધારાસભ્યની ઓફિસ તોડફોડ મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ૧૭ આરોપીઓએ વિસનગર કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટમાં સાક્ષીઓ હાજર ન રહેતા કોર્ટે ૧૭ જાન્યુ. સુધી મુદત આપી છે.

આ સમયે ખુલાસો કરતા હાર્દિકે જણાવ્યું હતું કે મેં બ્રહ્મ સમાજ વિશે કોઇ નિવેદન આપ્યું નથી છતાં કોઇને કંઇ ગેરસમજ હોમય તો અમે બ્રહ્મ સમાજનાં અગ્રણિયો સાથે બેસીને ચર્ચા કરીશું.

મહારાષ્ટ્ર હિંસા મામલે હાર્દિકે કહ્યું હતું કે આ મામલે યોગ્ય તપાસ થવી જોઇએ અને આ રીતે ન્યૂ ઇન્ડિયા કઇ રીતે સાબિત થોશે તે એક પ્રશ્ન છે.

(4:04 pm IST)