ગુજરાત
News of Wednesday, 3rd January 2018

વડતાલ પૂનમ ભરવા જઈ રહેલ મુંબઈના ચાર પટેલ મિત્રોને અકસ્માતઃ એકનું મોત, ત્રણને ઇજા

મુંબઈના કાનજીભાઈ ડોબરીયા તેમની કારમાં મિત્રો મહાદેવ પટેલ,નોંધા પટેલ અને અજમલ ખીમજી પટેલ સાથે પૂનમ ભરવા માટે વડતાલ જવા નીકળેલ. ત્યારે ભરૂચના પાલેજથી આગળ જતાં સંસરોદના પેટ્રોલપંપ પાસે રોડ પર ઉભેલી ટ્રક ની પાછળ ધડાકાભેર કાર ઘુસી જતા તમામને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં કાનજીભાઈ ડોબરીયાનું સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

(12:29 pm IST)