ગુજરાત
News of Wednesday, 3rd January 2018

સુરત : હીરાબજારમાં વાહનોના પાર્કીંગથી મહિલાઓ વિફરી : ૫૦થી વધુ બાઇકોના સીટ કવર ફાડી નાખ્યા

સુરત : સુરતના હીરાબજારમાં વાહનોના પાર્કિંગ મામલે મહિલાઓ વિફરી હતી અને આડેધડ પાર્ક કરાયેલા બાઇકોના સીટકવર ફાડી નાખ્યા હતા વિગતો મુજબ સુરતના મહિધરપુરાના હીરાબજારમાં આડેધડ કરાતા વાહનોના પાર્કિગના મામલે મહિલાઓ રોષે ભરાઈ હતી.અને મહિલાઓએ પાર્ક કરાયેલા ૫૦થી વધુ બાઈકોના સીટ કવર ફાડી નાખ્યા હતા.

દરમિયાન મહિલાઓએ બાઇકના સીટકવર ફાડી નાખતા હીરા દલાલોમાં નારાજગી ફેલાઈ હતી અને પોલીસને જાણ કરી હતી હીરા દલાલોના કહેવા મુજબ કાયદેસરના પાર્કિંગમાં મહિલાઓ દ્વારા આ પ્રકારની તોડફોડ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડયો હતો.

(12:29 pm IST)