ગુજરાત
News of Saturday, 3rd December 2022

અરે ભાઈ તમે વડાપ્રધાન છો , જો કોઈ ખોટું કામ કરીએ તો કન્યાકુમારી થી કશ્મીર અને સૌરાષ્ટ્ર થી બંગાળ સુધી લોકો બોલસે જ : મલ્લિકાર્જુન ખડગે

વડાપ્રધાન ઉપર કોંગ્રેસને ગાળો આપવાનો આરોપ લગાડવામાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ

 

ગાંધીનગર: ગુજરાતમાં બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. મતદાનમાં માત્ર બે દિવસનો સમય બાકી છે અને તમામ રાજકીય દળ પ્રચારમાં લાગેલા છે. આ વચ્ચે નેતાઓ એક બીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વખત વડાપ્રધાન મોદીને જવાબ આપ્યો છે.

મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન પર કોંગ્રેસને ગાળ બોલવાનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યુ, “તમે (પીએમ મોદી) બોલો છો કે બહારના લોકો અમને ગાળો બોલે છે, મારૂ અપમાન કરે છે, માટે મને બચાવો…અરે ભાઇ, તમે વડાપ્રધાન છો, જો કોઇ ખોટુ કામ કરશો તો કન્યાકુમારીથી કાશ્મીર સુધી, સૌરાષ્ટ્રથી બંગાળ સુધી લોકો બોલશે જ”

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાનના રોડ શોને લઇને પણ નિશાન સાધ્યુ હતુ. ખડગેએ કહ્યુ, કાલે પણ રોડ શો, આજે પણ રોડ શો… તમને તો દિલ્હી મોકલ્યા છે..અરે ભાઇ તમે તો બે કિલો ગાળ ખાઓ છો પરંતુ કોંગ્રેસને 4 ક્વિન્ટલ ગાળ આપો છો.

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પાટણમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ, “કોંગ્રેસ પાસે બે જ કામ છે, ઇવીએમની ખામી કાઢવી અને મોદીને ગાળો બોલવી. પીએમ મોદીએ કહ્યુ કોંગ્રેસ કહેતી હતી કે ગરીબી હટાઓ પરંતુ ગરીબી અમે હટાવી. કોંગ્રેસ આ દેશમાં શૌચાલય નથી બનાવી શકી, તેમણે કહ્યુ કે અમારી સરકારે ગરીબો માટે બેન્કમાં ખાતા ખોલી દીધા છે. અમે લોકો ગરીબની ચિંતા કરીએ છીએ.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે તે દરરોજ કોંગ્રેસને ચાર ક્વિન્ટલ ગાળ બોલે છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરે છે. ખડગેએ કહ્યુ કે બે દાયકા સુધી મુખ્યમંત્રી અને વડાપ્રધાન જેવા પદ પર રહ્યા બાદ પણ મોદી ગરીબ બન્યા રહે છે તો દલિત, ગરીબ અને જનજાતીય લોકોની દુર્દશાની કલ્પના કરી શકાય છે.

(7:57 pm IST)