ગુજરાત
News of Saturday, 3rd December 2022

સુરત:વરાછા વિસ્તારમાં ડીંડોલીના પ્રેમીપંખીડાએ વરાછામાં ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

સુરત: વરાછા વિસ્તારમાં આજે  સવારે પ્રેમ પ્રકરણમાં કોલેજીયન યુવતી અને યુવાને ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરીને જીવન ટુંકવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ ડીંડોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ઘરેથી આજે શુક્રવારે સવારે કોલેજ જવાનું કહીને નીકળી હતી. બાદમાં યુવતી અને ડીંડોલી વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષીય યુવાને વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક પર ટ્રેનની સામે આવીને પડતુ મુકીને આત્મહત્યા કરી હતી. સુત્રો જણાવ્યું કે યુવતી સુરત વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરી હતી. જોકે તેની ઘર પાસે રહેતો અને સિટી બસના કર્મચારી સાથે આંખ મળી ગઇ હતી. જોકે તેમના પરિવારને તેમનો પ્રેમ સંબંધ મંજુર ન હોવાથી તેમણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.  યુવતી મુળ ઉતરપ્રદેશની વતની હતી. તેના પિતા ઉધના વિસ્તારમાં કાપડાની દુકાનમાં નોકરી કરે છે. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)