ગુજરાત
News of Saturday, 3rd December 2022

સુરતના કાપોદ્રામાં લોનના હપ્તા ભરવાના ટેંશનમાં યુવાને ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી

સુરત: કાપોદ્રામાં મરઘા કેન્દ્ર પાસે શુક્રવારે સાંજે લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં આવીને યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કાપોદ્રા વિસ્તારમાં આવેલા મરઘા કેન્દ્ર પાસે ચચળ નગરમાં રહેતો 39 વર્ષીય કૈલાશ ગુલાબભાઈ સોનવણે શુક્રવારે સાંજે ઘરમાં હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રએ કહ્યું હતું કે કૈલાશે જોલવા ખાતે લોન પર મકાન લીધું હતું. જોકે તે મકાનના હપ્તા ભરવાના લીધે તે સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે. તે વરાછા રોડ પર સલૂનની દુકાન ચલાવતો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ કરી છે.

(5:31 pm IST)