ગુજરાત
News of Saturday, 3rd December 2022

વિકાસ અટકયો ! ધારાસભ્‍યો ૨૭૨ કરોડ વાપરી ન શકયા

ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પુરો થવા જઇ રહ્યો છે ત્‍યારે જંગી રકમ લેપ્‍સ જવા વકી : વિકાસ ફંડની કુલ ફાળવાયેલ રકમના ૨૫ ટકા રકમ ધારાસભ્‍યો પ્રજા પાછળ વાપરી ન શકયાઃ વપરાયા રૂા.૮૦૩.૯૮ કરોડ

નવી દિલ્‍હી, તા.૩: એક તરફ ગુજરાતમાં ૧૪મી વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જોકે, ધારાસભ્‍ય સ્‍થાનિક ક્ષેત્રના વિકાસ ગ્રાન્‍ટના ૨૭૨ કરોડ રૂપિયાથી વધારે રૂપિયા પડ્‍યા રહ્યા છે. આ રકમ ધારાસભ્‍યો પોતાના સંબંધિત પરિયોજનાઓ ઉપર ખર્ચ કરવાની હતી જે હજી સુધી ખર્ચ થઈ નથી.. જેના પગલે ૨૭૨ કરોડ રૂપિયા પડ્‍યા રહ્યા હતા.

મળતાં આંકડા પ્રમાણે પાંચ વર્ષમાં ફાળવાયેલા ૧,૦૭૬ કરોડ રૂપિયાની ગ્રાન્‍ટના એક ચોથાઈ છે. જે ધારાસભ્‍યોના ફંડની ધનરાશિ પુરી થઇ જશે. જેમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ જેઓ પોતાના મતવિસ્‍તાર ઘાટલોડિયામાં ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, રાજકોટ પશ્‍ચિમના ધારાસભ્‍ય આ વખતે ચૂંટણી લડતા નથી. બંને શહેરી વિસ્‍તાર છે.

રાજ્‍ય સરકારે સામાન્‍ય પ્રશાસન વિભાગના ઓનલાઈન આંકડા અનુસાર ૨૦૧૭-૧૮થી ૨૦૨૨-૨૩ વચ્‍ચે ફાળવેલા કુલ એમએએલ એલએડી ફંડમાંથી માત્ર ૮૦૩.૯૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્‍યા છે. આંકડા જણાવી રહ્યા છે કે ગુજરાતમાં એમએલએ એલએડી ફંડનો ઉપયોગ ૪૬,૦૬૮ કાર્ય પુરા કરવામાં આવ્‍યા હતા. ૯૮૧૫ કાર્ય હજી શરૂ થવાના બાકી છે. ૬૬૮૮ અધૂરા છે. આ સમય દરમિયાન ૫૨૧૨ કામો રદ કરવામાં આવ્‍યા છે.

MLA MAD યોજના અંતર્ગત પ્રત્‍યેક ધારાસભ્‍ય પોતાના સંબંધિત મત વિસ્‍તારમાં દર વર્ષે ૧.૫ કરોડ રૂપિયના કાર્યોની ભલામણ કરે સુચનાઓ આપી શકે છે. પ્રત્‍યેક જિલ્લામાં નિયોજન કાર્યાલય આ કાર્યો માટે પ્રશાસનિક સ્‍વીકળત્તિ આપે છે અને ધનનો હિસાબ પણ રાખે છે.

એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સની રાજ્‍ય સમન્‍વયક પંક્‍તિ જોગ કહે છે કે ‘આટલી વધારે પડેલી રહેલી રકમ નિશ્‍ચિતરૂપથી ચિંતાનું કારણ છે કારણ કે ગુજરાતમાં અનેક ગામો અને વિસ્‍તારો જ્‍યાં પંચાયતોની પાસે સ્‍થાનિક પરિયોજનાઓ માટે પૈસા નથી. કાર્યકાળ સમાપ્ત થતાં જ શેષરાશિ પણ સમાપ્ત થઈ જશે. શ્રેય અથવા દોષ સંબંધિત ધારાસભ્‍યના ફાળે જાય છે. કારણે આ કોઈ વિશેષ કાર્ય માટે ભલામણપત્ર રજૂ કરે છે. એટલું જ નહીં એમએલએ એલએડી ફંડ દ્વારા ગઠિત એક નાની બેચમાં પણ ધારાસભ્‍યનું નામ હોય છે.'

(12:22 pm IST)