ગુજરાત
News of Thursday, 3rd December 2020

રાજપીપળા 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ એ ઇજાગ્રસ્ત દર્દીના રોકડા રૂપિયા પરત આપી પ્રામાણિકતા બતાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલાથી ત્રણ કિલોમીટર દૂર કુંવરપરા ગામ પાસે આવેલ પેટ્રોલ પમ્પ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પોહચી હતી,આ ઘટનાનો કોલ 108 એમ્બ્યુલન્સમાં મળતાજ પાઇલોટ કિશોરભાઈ વસાવા અને ઈ એમ ટી કનુભાઈ વસાવા ઘટના સ્થળ પર પોહચી  ગયા, ત્યાં ત્રણ દર્દીમાં જીગ્નેશભાઈ નરેશભાઈ વસાવા હરેશભાઇ ચતુરભાઈ વસાવા નયનાબેન હરેશભાઇ વસાવાને ઈજાઓ થઇ હતી

 જીગ્નેશ ભાઈ બેભાન અવસ્થામાં હોય EMT કનુભાઈ વસાવા અને પાયલોટ કિશોરભાઈ વસાવાએ એમ્બુઅલન્સમાંથી  પ્રાથમિક સારવાર આપી તેમજ બાકીના બંને દર્દી ઓને પણ પ્રાથમિક સારવાર આપી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

જીગ્નેશભાઈ બેભાન અવસ્થામાં હતા તેમજ સાથે કોઈ ન હોવાથી  તેમની પાસેથી મળેલા રોકડા રૂ.5700,પર્સ, ઘડિયાળ, એ ટી એમ કાર્ડ તેમની માતા લીલાબેન વસાવાને સિવિલ હોસ્પિટલ પર પરત કરી 108ની ટીમ પ્રામાણિકતાનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
 દર્દીના માતાએ 108 ના પાયલોટ કિશોરભાઈ વસાવા તેમજ ઈ એમ ટી કનુભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો અને 108ની સેવાની સાથે આ પ્રામાણિકતાને ખુબ બિરદાવી હતી.

(10:48 pm IST)