ગુજરાત
News of Thursday, 3rd December 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 1540 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 1427 દર્દીઓ રિકવર થયા :વધુ 13 લોકોના મોત :મૃત્યુઆંક 4031 થયો : કુલ 1,95,365 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,14,309 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 336 કેસ, સુરતમાં 246 કેસ,વડોદરામાં 184 કેસ,રાજકોટમાં 141 કેસ,ગાંધીનગરમાં 72 કેસ,મહેસાણામાં 69 કેસ,પાટણ અને જામનગરમાં 42-42 કેસ,ખેડામાં 39 કેસ, બનાસકાંઠામાં 36 કેસ,કચ્છમાં 30 કેસ,મોરબીમાં 29 કેસ,દાહોદમાં 24 કેસ , જૂનાગઢમાં 23 કેસ નોંધાયા :રાજયમાં હાલ 14,913 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1540 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે  જોકે આજે વધુ 1427 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1540 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1427 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,14,309 થઇ છે જયારે આજે વધુ 1427 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,95,365 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 13 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4031 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 91,16 થયો છે

  રાજ્યમાં હાલ 14,913 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,817 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 69,735 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 80,33,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં  9, સુરત કોર્પોરેશનમાં 2,રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળીને કુલ 13 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા  15540 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 336  કેસ, સુરતમાં 246 કેસ,વડોદરામાં 184 કેસ,રાજકોટમાં 141 કેસ,ગાંધીનગરમાં 72 કેસ,મહેસાણામાં 69 કેસ,પાટણ અને જામનગરમાં 42-42 કેસ,ખેડામાં 39 કેસ, બનાસકાંઠામાં 36 કેસ,કચ્છમાં 30 કેસ,મોરબીમાં 29 કેસ,દાહોદમાં 24 કેસ , જૂનાગઢમાં 23 કેસ,નોંધાયા છે

(7:46 pm IST)