ગુજરાત
News of Thursday, 3rd December 2020

મેઘરજમાં સોશિયલ ડીસ્ટન્સની એસી કી તૈસી:ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં જાગૃતિનો અભાવો: બેંક આગળ જામી ભીડ

મેઘરજ:નગરમાં આવેલી દેના બેન્કનો બેંક ઓફ બરોડામાં મર્જ થઇ ગયો હોવાથી ગ્રામીણ વિસ્તારોમાંથી ગ્રાહકો પોતાના નવા એકાઉન્ટ નંબર નવી પાસબુક અને પૈસા લેવા વહેલી સવારથી બેંક આગળ ભીડ જામે છે.  કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર ઉમટી પડયા હતા. લોકોમાં હજુ ગંભીરતા જોવા મળતી નથી. લોકોમાં જાગૃતીનો અભાવ કોરોના સંક્રમણ તાલુકામાં વધી રહ્યું છે ત્યારે બેંક આગળ રોજ લાગતી ભીડ આગામી સમયમાં મેઘરજ તાલુકામાં કોરોનાનો મોટો વિસ્ફોટ થાય તેવું દેખાઇ રહ્યું છે.

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ કહેર વર્તાવ્યો છે તેવામાં સરકાર દ્વારા ફરીથી નવી ગાઇડલાઇન મુજબ પાલન કરવા વારંવાર સુચનાઓ આપવામાં આવે છે ત્યારે મેઘરજ નગરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે. દેનાબેં બેંક ઓફ બરોડામાં મર્જ થઇ હોવાથી ગ્રાહકો પોતાની પાસબુક અને એકાઉન્ટ નંબર નવા લેવા અને બેંકમાંથી પૈસા ઉપાડવા માટે વહેલી સવારથી મેઘરજ ખાતે બેંક આગળ મહિલાઓ અને પુરૂષોની મોટી લાઇનો લાગે છે. ગ્રામીણો જાગુ્રતતાના અભાવે સામાજિક અંતર જાળવતા નથી. બીજી બાજુ બેંક આગળ સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે બેંક કર્મી યોગ્ય વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા ગ્રામીણ વિસ્તારમાંથી આવેલ બેંકના ગ્રાહકો કોરોનોમાં સપડાવવાની સાથે કોરોના વાહક બને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો આવી સ્થિતિ થોડા દિવસ વધુ રહિ તો આગામી દિવસોમાં કોરોનાનો મેઘરજ તાલુકામાં મોટો વિસ્ફોટ થાય તેવી સંભાવના છે.

(5:52 pm IST)