ગુજરાત
News of Thursday, 3rd December 2020

અરવલ્લી જિલ્લાના સેવાસદનમાં એન્ટી કરપ્શન ટીમના દરોડા:2 હજારની લાંચ લેતા ટાઉન પ્લાનર રંગે હાથે ઝડપાયા

મોડાસા:નગરથી અંદાજે બે અઢી કીલો મીટરના અંતરે આવેલ જિલ્લા સેવાસદનના બીજા માળે આવેલ ટાઉન પ્લાનીંગ કચેરીમાં બુધવારના રોજ અરવલ્લી એસીબીની ટીમે છાપો માર્યો હતો.અને ફરીયાદી પાસેથી મિલક્તના નકશાની નકલ પેટે રૂ.૨૦૦૦ ની લાંચ માંગનાર ટાઉન પ્લાનર કલાસ  વન અધિકારી કે.સી.રાવલ અને તેમના વતી લાંચની રકમ સ્વીકારનાર ખાનગી એજન્ટ ને રંગે હાથ દબોચી લેવાયા હતા.અરવલ્લી એન્ટી કરપ્શન ના અધિકારી સી.ડી.વણજારા સહિતની ટીમ દ્વારા લાંચીયા અધિકારી અને તેના એજન્ટ ને ઝડપી જરૂરી ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.જયારે ટ્રેપને પગલે જિલ્લા સેવાસદન ની જુદી જુદી કચેરી શાખાઓમાં સન્નાટો છવાઈ ગયો હતો. છેલ્લા કેટલાક સયમથી જિલ્લા સેવાસદનમાં એજન્ટ  રાજ વકર્યું હોય એમ કોઈ કામ કઢાવવા સીધા અધિકારી ને મળી શકાતું હોવાની અને કચેરી બહાર આંટા મારતા વચોટીયાઓનો સંપર્ક કરવાનો વારો આવી રહયો હોવાની વ્યાપક ફરીયાદી ઉઠી હતી.ત્યારે સરકારી બાબુઓની ખોટી અને ખારી દાનત થી તંગ આવી હવે પ્રજાજનોને કામ કઢાવવા લાંચ ચૂકવવી વ્યવહાર થઈ ગયો હોય એવા આક્ષેપ ભરી સ્થિતિમાં હવે લાંચ વિરોધી બ્યુરો ના નિશાન ઉપર કેટલાક અધિકારીઓ અને કચેરીઓ હોવાની ચર્ચાઓ દિવસભર છવાઈ હતી.

(5:51 pm IST)