ગુજરાત
News of Thursday, 3rd December 2020

ગાંધીનગર: કલોલ તાલુકામાં નોકરી છોડી ગયેલ મેનેજરનો પગાર કરી 12.9 લાખની ઉચાપત કરનાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ઓળા ગામ પાસેથી ઓસ્વાલ ઈન્ડ્રસ્ટ્રીઝના પૂર્વ એચઆર મેનેજરે ત્રણ વર્ષ સુધી નોકરી છોડીને ગયેલા કર્મચારીઓને પગારની સાથે વિવિધ ભથ્થા બેંકમાં જમા કરાવી ૧ર. લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવા અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં કંપનીના એકાઉન્ટ મેનેજરે ફરીયાદ આપતાં પોલીસે પૂર્વ મેનેજર અને ચાર એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના ઓળા ગામ પાસે આવેલી ઓસ્વાલ ઈન્ડ્રસ્ટીઝના એકાઉન્ટ મેનેજર તરીકે છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવતાં રાજેશભાઈ જયંતિલાલ શાહે ફરિયાદ નોંધાવી છે કે ઓસ્વાલ ઈન્ડ્રસ્ટીઝમાં ફાઉન્ડ્રી વિભાગમાં એચઆર મેનેજર તરીકે વર્ષ ર૦૧૭થી નોકરી કરતાં હિતેશ બાબુભાઈ પટેલ રહે., સુકુન ફલેટ શ્રીનગર સોસાયટી કલોલને કર્મચારીઓની હાજરી, પ્રોવિડન્ડ ફંડ તેમજ અન્ય કામગીરી કરવાની હોય છે. હીતેશભાઈએ એચડીએફસી  એકાઉન્ટમાં ઓગસ્ટ ર૦૧૭થી સપ્ટેમ્બર ર૦૨૦ સુધી પગાર અને બોનસ સિવાય પણ ખાતામાં નોકરી છોડી દીધા પછી પણ ચાલુ બતાવી પગાર, ઈન્સેટીવ, એરીયર્સ, રજાપગાર ખોટી રીતે ઉધારી ૧૭૭૯૫૮ રૂપિયાની ઉચાપત કરી હતી તેમજ સમીર બી. સોની, પાર્થ પટેલ, પોપટલાલ તેમજ અન્ય એક ખાતામાં પણ પગાર જમા કરાવી કુલ ૧ર. લાખ રૂપિયાની ઉચાપત કરી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી છે જે ફરીયાદના પગલે કલોલ તાલુકા પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(5:51 pm IST)