ગુજરાત
News of Thursday, 3rd December 2020

વડોદરાના ડભોઇ રોડ નજીક પત્ની લગ્નમાં જતા એકલા પતિએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

વડોદરા:શહેરના ડભોઇરોડ પર આવેલી સોસાયટીમાં પોતાના મકાનના પહેલા માળે યુવાને રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

અંગેની વિગત એવી છે કે ડભોઇ રોડ પર દર્શનમ ગ્રીન સોસાયટીમાં રહેતો૩૧ વર્ષનો યુવાન નરેશ કાંતિભાઇ બારીયા ડ્રાઇવિંગ કરતો હતો. તેના લગ્ન થઇ ગયા છે અને સંતાનમાં એક બાળક પણ છે. તેની પત્ની લગ્નમાં પોતાના ગામ ગઇ હતી જેથી ઘેર એકલો હતો. ગઇ રાત્રે નરેશે   પહેલા માળે પંખાના હૂકમાં નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.

આજે સવારે સાડા આઠ વાગે નરેશે આત્મહત્યા કરી હોવાની જાણ થતા પાણીગેટ પોલીસે યુવાનની લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. આત્મહત્યા અંગે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(5:48 pm IST)