ગુજરાત
News of Thursday, 3rd December 2020

વડોદરા: ફતેપુરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જવું પરિવારને ભારે પડ્યું: તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 52 હજારની મતાની ઉઠાંતરી કરી છૂમંતર.....

વડોદરા:શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ ખારી તલાવડી પાસે રહેતા સુનિલ ભાઈ ઉપાધ્યાય નજીકમાં આવેલ વીમા દવાખાનાની બાજુમાં નાસ્તાની લારી ચલાવી વેપાર કરે છે. 19મી નવેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે ઉત્તર પ્રદેશ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. 28મી નવેમ્બરના રોજ પાડોશમાં રહેતા તેમના ભત્રીજાને જાણ થઈ હતી કે કાકા સુનિલ ભાઈના ઘરે ચોરી થઈ છે

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મકાનના લાકડાના મુખ્ય દરવાજાને  ફ્રેમ સાથે તોડી ઘરમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કર ઘરનો સામાન વેરવિખેર કરી લોખંડની પેટીનું તાળું તોડી તેમાં રહેલા સોનાની ચેનકાનના ઝુમ્મર , ચાંદીની ઝાંઝરી , કંદોરો, છોકરાના હાથના કડા ,વીટી, મણકાવાળી કંઠી સહીત 52,500 ની મતા ચોરી રફુચક્કર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે વારસિયા પોલીસે અજાણ્યા તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:47 pm IST)