વલસાડમાં નંબરપ્લેટ છૂપાવનારને ટ્રાફિક પોલીસે પકડી પાડ્યો : જિલ્લા ટ્રાફિક પીએસઆઈ જે. આઇ. પરમારની બાજ નજરે નંબરપ્લેટ છૂપાવનાર વિરુધ્ધ કાર્યવાહી
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં લગાવાયેલા કેમેરાથી બચવા બાઇક સવારો અનેક કિમિયા અજમાવતા હોય છે. આવો જ એક કિમિયો ટ્રાફિક પોલીસે પકડી પાડ્યો હતો અને મોપેડ ચાલકને પકડી પાડ્યો હતો.
વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાએ ટ્રાફિક નિયમન માટે કડક સૂચના આપતાં જિલ્લા ટ્રાફિક પીએસઆઇ જે. આઇ. પરમાર અને સિટી પોલીસના ટ્રાફિક પોલીસ કર્મી રાજેશ પાટીલે કલ્યાણ બાગ પાસે ચેકિંગ હાથ ધર્યું હતુ. આ દરમિયાન એક મોપેડની નંબર પ્લેટ પર કાળી સેલોટેપ લગાવી તેનો નંબર છૂપવવાનો પ્રયાસ હાથ ધરાયો હોવાનુ જોવા મળતાં તેમણે આ મોપેડ નં. જીજે 21 બીજે 7415ને કબજે કરી હતી. જેને લઇ અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ચાલકે તેના નંબર પ્લેટ પર છેલ્લા 5 ના આંક પર સેલોટેપ ચિપકાવી તે 5 ના બદલે 6 વંચાય એવું કર્યું હતુ. જેના પગલે પોલીસે તેને પકડી પાડ્યો હતો.