ગુજરાત
News of Thursday, 3rd December 2020

વલસાડ એલસીબીએ રૂ. 12.43 લાખના દારૂ સાથે ટેમ્પો પકડાયો,બેલગામ બુટલેગરો પર લગામ લાવવા પોલીસ સક્રિય

વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન મુજબ એએસઆઇ રૂપસિંગ, કોન્સ્ટેબલ મહેન્દ્રદાન ગઢવી, રિતેશ પટેલ, સ્વીપ્નીલ અને હરદેવસિંહ રાણાએ હાઇવે પર ચાર રસ્તા પરથી ટેમ્પો પકડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણિયા બુટલેગરોને જૈર કરવા વલસાડ એલસીબીએ હાઇવે પર નાકાબંધી કરી રૂ. 12.43 લાખના અધધ એવા દારૂનો જથ્થો લઇ જતાં ટેમ્પોને પકડી પાડી ચાલકની ધરપકડ કરી હતી.વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન મુજબ એએસઆઇ રૂપસિંગ, કોન્સ્ટેબલ મહેન્દ્રદાન ગઢવી, રિતેશ પટેલ, સ્વીપ્નીલ અને હરદેવસિંહ રાણાએ હાઇવે પર પારડી ઓવરબ્રિજ નીચે બાતમીના પગલે નાકાબંધી હાથ ધરી હતી

  . આ દરમિયાન દમણ તરફથી આવતા એક ટેમ્પો નં. MH 46 BM 3092 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી દારૂની 1346 બોટલો મળી આવી હતી. જેના પગલે એલસીબીએ ટેમ્પોમાં સવાર બાબુસીંગ મંગલસીંગ રાજપુત રહે રાજસ્થાનની ધરપકડ કરી હતી. તેની પુછતાછ હાથ ધરતાં આ દારૂની હેરાફેરીમાં સામેલ ફેનીલ ઉર્ફે લાલુ મુકેશ પટેલ રહે. વાપી, ઉમેશ ઉર્ફે ઉમેશ ડોરી રમેશ પટેલ રહે. દમણ, કિરણ ઉર્ફે લાલુ હરીશભાઇ માહ્યવંશી રહે દમણ, નિલેશ ઉર્ફે નિલેશ કેવડી રમણ પટેલ અને વિપુલસીંગ રાજપુતને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(2:15 pm IST)