ગુજરાત
News of Thursday, 3rd December 2020

લવ જેહાદની તાલીમ અપાય છે. વિદેશી પરિબળો બળ પૂરું પાડે છે.: મનસુખ વસાવા

ભાજપ અને સરકારમાં લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાગુ કરવા રજુઆત કરીશું:લવ જેહાદ મામલે પોલિસને પણ ખબર જ હોય છે, પણ કાયદાના અભાવે પોલીસ પણ કશું કરી શકતી નથી: ભાજપ સાંસદ મનસુખ વસાવા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલમાં જ લવ જેહાદ મુદ્દે દેશની ઉત્તર પ્રદેશ સરકારે કડક કાયદો બનાવ્યો છે.આમ પણ લવ જેહાદ મુદ્દે હિંદુ સંગઠનો છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરતા આવ્યા છે, જે તે રાજ્યની સરકારને લેખિત રજૂઆતો કરી લવ જેહાદ મામલે કાર્યવાહી કરવાની રજૂઆતો કરે છે.આમ પણ લવ જેહાદ એ ભાજપ માટે ચૂંટણીનો અદ્રશ્ય મુદ્દો રહેલો છે.થોડા સમય પેહલા ગુજરાતના ડભોઈ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ લવ જેહાદ મામલે કાયદો લાવવા માંગ કરી હતી.હવે ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ લવ જેહાદ મુદ્દે પોતાનું સ્ફોટક નિવેદન આપ્યું છે.
ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર લવ જેહાદનો કાયદો લાવે તેવી ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્ફોટક નિવેદનો સાથે માંગ કરી છે.ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સ્ફોટક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનવો જોઈએ જેથી કોઈ હિંદુ યુવતી લવ જેહાદ જેવા ષડ્યંત્રનો ભોગ ન બની શકે.વિદેશી પરિબળોના ઈશારે કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા દેશની હિંદુ યુવતુઓને ફસાવવાનું ષડ્યંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે.મારી પાસે એવા પણ દાખલા છે કે કોઈ હિંદુ યુવતી નાની-મોટી નોકરી કરતી હોય તો એની મજબુરીનો ફાયદો ઉઠાવી એને પોતાના સકંજામાં લેતા હોય છે.2-3 પત્ની ધરાવતા કેટલાક મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ફસાવી મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કરાવે છે.હું કોઈ ધર્મનો વિરોધી નથી પણ આવી બાબતોનો વિરોધી છું.હિંદુ છોકરીને કેવી રીતે સકંજામાં લેવી એ માટે લવ જેહાદની તાલીમ અપાય છે, તાલીમબદ્ધ મુસ્લિમ યુવાનો જ આમ કરતા હોય છે.
સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સમય આવ્યે આ મામલે ભાજપમાં અને સરકારમાં પણ લવ જેહાદનો કાયદો ગુજરાતમાં લાગુ કરવા રજુઆત કરીશું. લવ જેહાદ મામલે પોલિસને પણ ખબર જ હોય છે, પણ કાયદાના અભાવે પોલીસ પણ કશું કરી શકતી નથી.લવ જેહાદનો કાયદો બન્યા બાદ આવા બનાવો પર જરૂર રોક લાગશે એવો મને વિશ્વાસ છે.મુસ્લિમ યુવાનો હિંદુની છોકરીઓને ટાર્ગેટ બનાવીને જીવન બરબાદ કરી નાખે છે. હું અપીલ કરું છું કે હિંદુ સમાજની દીકરીઓ આવા કાવતરા ખોરોથી બચીને રહે.

(12:02 am IST)