ગુજરાત
News of Wednesday, 2nd December 2020

રાજપીપળા મિત ગ્રૂપના સભ્યએ એક બીમાર મહિલા દર્દીને લોહી આપી જીવતદાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સેવા ભાવી ગ્રુપ મિતગ્રુપ દ્વારા લગભગ 6 વર્ષથી સેવા કાર્ય ચાલુ છે જેમાં વર્ષોથી ઇમરજન્સીમાં  બ્લડની સેવા ચાલુ છે.અત્યાર સુધી આ ગ્રુપે 3500 થી વધુ ઇમરજન્સીમાં બ્લડની સેવા આપી છે તથા 6 વાર બ્લડ કેમ્પ પણ કર્યા છે.જેમાં 3 વાર કોરોના સમયમાં જ બ્લડ કેમ્પ કર્યા છે.
આજે મિતગ્રુપના નાંદોદ તાલુકાના જુનારાજ ગામમાં રહેતા સભ્ય કલ્પેશભાઈ  ગોપાલભાઈ વસાવા એ બિમાર મહિલા દર્દી રમીલાબેન ગોવિંદભાઇ વાસવાને કટોકટી ના સમયે પોતાનું લોહી આપી જીવતદાન આપ્યું હતું.સાથે સાથે ગામમાં બ્લડ ડોનેશન પ્રત્યે જાગૃતતા લાવવા ગામમાં યુવાનોને બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરણા આપી આમ જરૂરીયાતમંદ વ્યક્તિઓને મદદરુપ થવા કલ્પેશભાઈએ જણાવ્યું હતું. તથા અન્ય અંતરિયાળ ગામના યુવાનોને જાગૃત કરવા સંદેશ પણ આપ્યો હતો.

(12:01 am IST)