ગુજરાત
News of Thursday, 3rd December 2020

રાજપીપળા ફોરેસ્ટ નર્સરી ખાતે દિપડા નુ મૌત: બે દિવસ અગાઉ સુંદરપુરા ખાતેથી રેસ્ક્યુ કરાયો હતો :મોત માટે કોણ જવાબદાર..?

રાજપીપળા વનવિભાગ ઈજાગ્રસ્ત દિપડા ને યોગ્ય સારવાર સમયસર ઉપલબ્ધ કરાવવા મા નિષ્ફળ જતાં દિપડો કણસી-કણસી ને મૃત્યુ પામ્યો હોવાનુ અનુમાન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગત તા 29 ને રવિવારે નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામની સીમમા ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલ તારના ફંદામા દિપડો ફસાયો હોવાના સમાચાર રાજપીપળા વનવિભાગને મળતાં,પશુપાલન વિભાગની મદદથી તારમા ફસાયેલા અને બહાર નીકળવા તોફાને ચઢેલા દિપડાને ગન ઈંજેક્શન વડે બેભાન કરીને રેસ્ક્યુ કરીને રાજપીપળા રેંજની સેન્ટ્રલ નર્સરી ખાતે પાંજરામાં પુરીને રખાયો હતો.

ખેતીનો બગાડ કરતાં ભુંડોને પકડવા માટે ગોઠવવામાં આવેલ મજબૂત તારના ફંદામા ફંસાયેલા દિપડાએ છુટવા માટે ભારે ધમપછાડા કરતાં ગાળીયો પેટના ફરતે વધુને વધુ ભિંસાઈ ગયો હતો જેના કારણે દિપડાને આંતરીક ઈજાઓ થઈ હોવાની શક્યતાઓ હતી, અને જેના કારણે દિપડાને શરીરના પાછળના ભાગે લકવાની અસર થઈ હોઈ શકે, ઈજાગ્રસ્ત દિપડાએ ખાવાનું પણ છોડી દીધું હતું.

 રાજપીપળા વનવિભાગ દ્રારા દિપડાને વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવા અંગેનો નિર્ણય સમયસર નહીં લેવાતા અને દિપડાને જરૂરી સારવાર સમયસર ના મળતાં તા.1લી ડીસેમ્બર રાત્રી સમયે દિપડાનુ પાંજરામાં જ મૌત નીપજ્યું હતું. વન્ય પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે સરકાર કરોડો રુપિયા ખર્ચી રહી છે અને એના પ્રતાપે સ્કોર્પીયો જેવા લકઝુરિયસ AC વનવિભાગ ના અધિકારી ઓ ફરતાં હોય છે, પણ જેના રક્ષણ માટે એમને નિમેલા હોય છે એવા વન્ય પ્રાણી ઓના રક્ષણ અને સંવર્ધન નુ જ્ઞાન તો ઠીક પરંતુ ઈજાગ્રસ્ત પ્રાણીઓ ને યોગ્ય સારવાર સુદ્ધા ના અપાવી શકે તેવા વનવિભાગની ઠાલી કામગીરી ઉપર બહુ મોટો પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે.માટે આ બાબતે હાલ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે ઉપરોક્ત બાબતમાં જો જરા પણ તથ્ય હોય તો દીપડા ના મોત પાછળ જવાબદાર કોણ..?અને જવાબદારો સામે કોણ અને શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું

- આ બાબતે રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સુંદરપુરા થી રેસ્ક્યુ કરાયેલો દીપડો ઇજાગ્રસ્ત હતો તેને આંતરિક ઇજાઓ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું બે દિવસ સારવાર આપ્યા બાદ ડોક્ટરની ટીમ અને પંચોની હાજરીમાં તેનું પી એમ કરીને અગ્નિદાહ કરવામાં આવ્યું છે

(11:50 pm IST)