ગુજરાત
News of Tuesday, 3rd December 2019

શુક્રવારે રાજ્યમાં ફાળવાયેલી જમીનનો દલિતોને કબ્જો નહીં મળે તો જોયા જેવી થશે : જીજ્ઞેશ મેવાણીની ચીમકી

રાજ્યમાં છ જિલ્લાઓમાં ફાળવવામાં આવેલ જમીનો પર કબજો લેવા જશે દલિતો

 

અમદાવાદ : દલિત નેતા અને બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જાહેરત કરી કે 6 ડિસેમ્બરે બાબાસાહેબ નિર્વાણ દિવસે રાજ્યમાં જિલ્લાઓમાં દલિતોને ફાળવવામાં આવેલ જમીનો પર કબજો લેવા જશે. અને જો જમીનનો કબજો નહીં મળે તો જોવા જેવી થશે તેવી ચીમકી ઉચ્ચારી છે

 જીગ્નેશ મેવાણીએ ભાવનગર જિલ્લામાં પત્રકાર પરિષદ કરી. દરમિયાન તેમણે સાંથણીની જમીન, ખેડૂતને સહાય, શિક્ષણ સહિતના મુદાને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા.

(11:29 pm IST)