ગુજરાત
News of Tuesday, 3rd December 2019

મેઘાણીનગર DPS પ્રિ-સ્કૂલ વિવાદ સપાટી પર : ઉંડી તપાસ

પ્લાન, બીયુ પરમીશન સહિત મુદ્દે માહિતી નથી : આરટીઆઇ હેઠળ મંગાયેલી માહિતીમાં નવો ચોંકાવનારો ખુલાસો સપાટીએ : વહીવટી તંત્રની પોલ ફરીવખત ખુલી

અમદાવાદ, તા.૩ : અમદાવાદ શહેરના મેઘાણીનગરની કેશવબાગ સોસાયટીમાં ડીપીએસ પ્રિ-સ્કૂલના નામે ચાલતી શાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. આરટીઆઇ હેઠળ માગવામાં આવેલી માહિતીમાં ખુલાસો થયો છે કે, આ શાળાનો પ્લાન, બીયુ પરમીશન અને ફાયર એનઓસી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈપણ પ્રકારની માહિતી જ નથી. આ ઉપરાંત માહિતી માગનારે શાળાની સાથે સાથે તે જ બિલ્ડીંગમાં એમબીટી સીકયોરીટી નામે ચાલતી ઓફિસ અંગે પણ માહિતી માંગી હતી. આમ, મેઘાણીનગરની ડીપીએસ પ્રિ-સ્કૂલમાં પણ લોલમલોલ અને તંત્રની પોલ સામે આવી હતી. આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં પણ અમ્યુકો તંત્ર દ્વારા કોઇ સ્પષ્ટ માહિતી અપાઇ જ ન હતી અને ઉલ્ટાનું સમગ્ર મામલામાં હાથ ઉંચા કરવાનો એક રીતે પ્રયાસ થયો હતો. જેને પગલે હવે ડીપીએસ ઇસ્ટ, હીરાપુર-હાથીજણના તાજેતરના વિવાદ બાદ મેઘાણીનગરની ડીપીએસ પ્રિ-સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. ડીપીએસ ઇસ્ટને લઇને હોબાળો શાંત થયો નથી ત્યારે નવો વિવાદ સપાટી ઉપર આવી શકે છે. આરટીઆઈ હેઠળ જે માહિતી મળી છે ત્યારબાદ આગામી દિવસોમાં આને લઇને પણ કોર્પોરેશનની તકલીફ વધે તેવી શક્યતા છે અને તેની સામે પણ પ્રશ્નો ઉઠશે.

RTI હેઠળ કોર્પોરેશન પાસે મંગાયેલી માહિતી

*   શાળા અને ઓફિસની બિલ્ડીંગના બાંધકામ માટેનો નકશો પાસ થયો છે કે કેમ?

*   આ બિલ્ડીંગ માટે બીયુ પરમિશન આપવામાં આવી છે કે કેમ?

*   આ બિલ્ડીંગને ફાયર એનઓસી આપવામાં આવી છે કે કેમ?

*   આ બિલ્ડીંગ માટેની પરમિશન કોના નામે અને કયા કયા પુરાવાઓ ઉપર આપવામાં આવી છે?

*   આ બિલ્ડીંગની આકારણી ક્યારે કરવામાં આવી હતી તેની વિગતો આપવી

કોર્પોરેશનના જવાબ.....

અમદાવાદ, તા. ૩ : અમદાવાદ શહેરના મેઘાણીનગરની કેશવબાગ સોસાયટીમાં ડીપીએસ પ્રિ-સ્કૂલના નામે ચાલતી શાળાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. આરટીઆઇ હેઠળ માગવામાં આવેલી માહિતીમાં ખુલાસો થયો છે કે, આ શાળાનો પ્લાન, બીયુ પરમીશન અને ફાયર એનઓસી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈપણ પ્રકારની માહિતી જ નથી. કોર્પોરેશન દ્વારા આરટીઆઈ હેઠળ અપાયેલા જવાબ નીચે મુજબ છે.

*   આપના દ્વારા માંગવામાં આવેલી માહિતીનો રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી આપી શકાય તેમ નથી

*   આપના દ્વારા માંગવામાં આવેલી માહિતીનો રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી આપી શકાય તેમ નથી

*   સંબંધિત વિભાગને તબદલી કરેલ છે

*   આપના દ્વારા માંગવામાં આવેલી માહિતીનો રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી આપી શકાય તેમ નથી

*   સંબંધિત વિભાગને તબદીલ કરેલ છે

(8:57 pm IST)