ગુજરાત
News of Tuesday, 3rd December 2019

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામાં 5106 શિક્ષક સહાયકની કરાશે ભરતી

માધ્યમિક શાળામાં 1913 શિક્ષક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3193 શિક્ષક સહાયકોની ભરતી થશે 8 ડિસેમ્બર સુધીમાં કરો અરજી :

અમદાવાદ : આગામી જાન્યુઆરી 2020 સુધીમાં ગ્રાન્ટેડ શાળામાં 5106 શિક્ષક સહાયકોની ભરતી કરાશે. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 1913 શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3193 શિક્ષક સહાયકોની ભરતી કરાશે. જે માટે ઉમેદવારોએ 8 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. જે બાદ ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-ર (PML-2) તા.ર૦-૧ર-ર૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.

            મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ તા.ર૭-૧ર-ર૦૧૯ સુધી કરી શકાશે. વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના ર૦ ટકા મુજબ તા.૩૦-૧ર-ર૦૧૯ સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

(8:27 pm IST)