ગુજરાત
News of Tuesday, 3rd December 2019

રાજ્યના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી: માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

આણંદ, સુરત,ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડશે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે. વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના આણંદ, સુરત,ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં કમોસમી વરસદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

(6:50 pm IST)