ગુજરાત
News of Tuesday, 3rd December 2019

પાલનપુરના એરોમા સર્કલ નજીક વાહનોની ભીડ જોવા મળી: બસના ડ્રાઈવરે સાઈડ લેવા બાબતે ટ્ર્કના ડ્રાઈવર સાથે હાથાપાઈ કરતા મામલો બિચક્યો

પાલનપુર: શહેરના એરોમા સર્કલ ઉપર સોમવારના ૩ઃ૩૦ વાગ્યાના સમયે  વોહનોની ભારે અવરજવરને લઈ ચક્કાજામ સર્જાતા વાહનચાલકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. આ ટ્રાફિકજામમાં ડીસા તરફથી આવેલી એક સરકારી બસના ચાલકે સાઈડ લેવા મામલે એક દૂધ ટેન્કરના ચાલક ઉપર ઉશ્કેરાઈ જઈ તેની સાથે મારામારી કરી હતી. રાધનપુર તરફથી દૂધ ભરીને આવી રહેલ વાવના હરજી રૃપસિંહ રાજપૂત ટ્રાફીકને લઈ એરોમા સર્કલ પર પોતાનુ ટેન્કર થોભાવી ઉભા હતા. ત્યારે બાજુમાં ઉભેલ બસના ચાલકે ટ્રાફિક વચ્ચે સાઈડ લેવા મામલે ટેન્કર ચાલક સાથે મારામારી શરૃ કરી હતીજેને લઈ અહી ટ્રાફીકમાં ફસાયેલ અન્ય બસોના ચાલકો પણ દોડી આવીને ટેન્કર ચાલક સાથે હાથાપાઈ કરી હતી. જેને લઈ અહીં ટ્રાફીક પોલીસની હાજરીમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને ટ્રાફીક હળવો બનતાની સાથે જ બસના ચાલકો બસો લઈને નીકળી ગયા હતા. જેને લઈ ટેન્કર ચાલકે તેના સાથે મારામારી કરનાર બસ ચાલક વિરુદ્ધ પોલીસને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.

(5:22 pm IST)