ગુજરાત
News of Tuesday, 3rd December 2019

વડોદરાના નાગરવાડામાં તસ્કરોએ એક સાથે ત્રણ ફ્લેટને નિશાન બનાવ્યા: મહિલા હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી દાગીના સહીત રોકડની ઉઠાંતરી: પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના નાગરવાડા મચ્છીપીઠના ભરચક વિસ્તારમાં ત્રાટકેલા ચોરો ત્રણ ફ્લેટમાં હાથફેરો કરી રૃા.સવા ત્રણ લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હતા.વેપારીના ફ્લેટમાંથી રૃા.પોણા બે લાખની મત્તા ચોરી,એક ફ્લેટમાં ભાડૂત રહેવા આવ્યા નહી હોવાથી કાંઇ ન મળ્યું

પોલીસના જણાવ્યા પ્રમાણે,નિશાંત કોમ્પ્લેક્સ નજીક ફહદ કોમ્પ્લેક્સમાં રહેતા અને નાસ્તાનો ધંધો કરતા મો.કૈયુમ અંસારી ગઇ તા.૨૯મીએ સાંજે અમદાવાદ ખાતે લગ્નમાં ગયા હતા અને આજે સવારે પરત ફર્યા ત્યારે તેમના ફ્લેટમાં જાળીનો નકૂચો તૂટેલો હતો.ચોરોઅઢી તોલા સોનું,રોકડા રૃા.૧.૦૧ લાખ અને ૫૦૦ ગ્રામ ચાંદી સહિત રૃા.પોણા બે લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હતા.

(5:18 pm IST)