ગુજરાત
News of Tuesday, 3rd December 2019

અમદાવાદ જિલ્લામાં પાડોશી યુવકે ભર બપોરે મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

અમદાવાદ:જિલ્લાના લાભા ગામમાં  મહિલા સાથે  પડોશી યુવકે ભર  બપોરે  ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી કોઇને વાત કરીશ તો મહિલા અને તેના પતિને જાનથી મારી નાંખવાની આરોપી ધમકી આપતો હતો. આ બનાવ અંગે અસલાલી પોલીસે ગુનો નાંેધી આરોપીની ધરપકડ કરી વધુ  તપાસ  હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે   અસલાલીમાં લાંભા ગામ નજીક મકાનમાં રહેતી શ્રમજીવી પરિવારની મહિલાએ અસલાલી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા સંદીપસિંહ. એસ.દેવાગર સામે ફરિયાદ નોંધાવી છે કે  પડોશમાં રહેતા યુવકે મહિલા સાથે વાતચીત કરીને સબંધો કેળવ્યા હતા, એટલું જ નહી મહિલાની ખબર બહાર ફોટા પણ પાડયા હતા. 

(5:16 pm IST)