ગુજરાત
News of Tuesday, 3rd December 2019

સુરત: અડાજણ વિસ્તારમાં સોસાયટીમાં પાર્ક કારના કાચ તોડી મોબાઈલ સહીત રોકડની ઉઠાંતરી થતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરના અડાજણ એલ.પી. સવાણી રોડ સ્થિત રત્નમણી સોસાયટીમાં રહેતા અને પાંડેસરા જીઆઇડીસીમાં નોકરી કરતો વિરલ દેવેન્દ્ર મહેતા ગત સાંજના સાત વાગ્યાના અરસામાં જહાંગીરપુરા એમ.વી સર્કલ નજીક અંજની ગ્રીન પાર્ટી પ્લોટમાં સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. 

તે દરમ્યાન વિરલે પોતાની વેગન આર કાર જીજે-5 સીએલ-1024 પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરી હતી. તે દરમ્યાન તસ્કરોએ કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડી તેમાંથી પત્નીનું પર્સ કે જેમાં એમ.આઇ કંપનીનો મોબાઇલ ફોન અને રોકડા રૂા. 2500 મળી કુલ રૂા. 10,500ની મત્તા ચોરીને ભાગી ગયા હતા. 

(5:15 pm IST)