ગુજરાત
News of Tuesday, 3rd December 2019

અમાવાદના બાપુનગરમાં શ્રમજીવી પરિવારની 15 વર્ષીય પુત્રીની એકલતાનો લાભ લઇ ફોગીંગ કરવા આવેલ યુવાને શારીરિક અડપલાં કરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરમાં એક તરફ સરકાર મહિલાઓની સુરક્ષાના દાવા કરી રહી  છે  તો બીજીતરફ  રાજકોટ, વડોદરા અને સુરત બાદ અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. બાપુનગર વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની ૧૫ વર્ષની પુત્રી ઘર આગળ એકલી હાજર હતી ત્યારે રવિવારે બપોેરે બે વાગે પડોશમાં રહેતો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતો છોટુ ભૈયાજી નામનો યુવક મચ્છર મારવા માટે ધુમાડા કરવાનું ફોગિંગ મશીન લઇને આવ્યો હતો. આ યુવકે ધુમાડાનો સહારો લઇને શારિરીક અડપલાં કર્યા હતા.આ બનાવની જાણ થતાં બાપુનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી યુવકને શોધવા માટે તપાસ હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:15 pm IST)