ગુજરાત
News of Tuesday, 3rd December 2019

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અપંગ દંપતીની મજબુરીનો લાભ લઇ 9.50 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: શહેરના અમરાઈવાડીમાં રહેતા અપંગ દંપતિને બેન્કમાં આવવા જવાની તકલીફ હોવાથી તેમણે વસ્ત્રાલમાં રહેતા તેમના ઓળખીતા પર વિશ્વાસ મુકીને બેન્કનું કામકાજ સોંપ્યું હતું. જોકે આરોપીએ આ નિઃસહાય દંપતીને અંધારામાં રાખીને તેમની સાથે ૯.૫૦ લાખની છેતરપિંડી કરી હતી. દંપતીએ નાણાં પર માંગતા આરોપીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરાઈવાડી પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ અમરાઈવાડીમાં કોમલબહેન કુશ્વાહ ૯૩૩) તેમના પતિ હીરાસિંગ કુશ્વાહ સાથે રહે છે. સત્યમનગર શાક માર્કેટમાં શાકની લારી ધરાવી ધંધો કરતા પતિ પત્ની અપંગ છે. છેલ્લા દસ વર્ષથી તેઓ વસ્ત્રાલમાં પુષ્કર સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ જી.જૈનને ઓળખતા હતા અને તેની સાથે ઘર જેવા સંબંધ હતા. દંપતીએ નામાં પર માંગતા તેણે ૪.૫૦ લાખ પરત કર્યા હતા. દંપતીએ બાકીના ૯.૫૦ લાખ પરત માંગતા મહેન્દ્રસિંહે પૈસાની માગણી કરશો તો મારા જેવો કોઈ ભુંડો નથી જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી. આથી કોમલબહેને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(5:14 pm IST)