ગુજરાત
News of Tuesday, 3rd December 2019

વડોદરામાં દુષ્‍કર્મની ઘટનામાં બંને શંકાસ્પદ શખ્સો આરોપ નહીં હોવાનું ખુલતા નવા સ્કેચ જાહેર કરાયા

વડોદરા : નવલખી ગ્રાઉન્ડ અને પાછળનો વિસ્તાર ખુબ જ ગીચ વિસ્તાર છે. નિકળવા માટેનાં અનેક રસ્તાઓ છે. ખુબ જ અઘરી કામગીરી ચાલી રહી છે. આસપાસનાં વિસ્તારોનાં અનેક સીસીટીવી ફુટેજ મળી આવ્યા છે. 2 શંકાસ્પદ ઇસમો મળી આવ્યા હતા. જો કે તેની તપાસ કરતા તેઓ આરોપી નહી હોવાનું સામે આવ્યા છે. રેલવે સ્ટેશન અને રેલવે માર્ગ પર પણ તપાસ કરી રહ્યા છીએ. જંગલ વિસ્તાર અને ઝાડી ઝાંકરામાંથી ચાલીને આવતો હોય તે રેલવે લાઇન પર પણ ચાલીને આવ્યો હોય તેવી શક્યતા છે. 300થી વધારે લોકોને રાઉન્ડ અપ કર્યા છે.

તમામ શંકાસ્પદને ઝડપી રાઉન્ડઅપ કરી રહ્યા છીએ. તેમનાં લોકેશન ટ્રેસ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ. અકોટાબ્રિજ, સહિતનાં આસપાસનાં વિસ્તારમાં લોકો આવતા રહે છે. માટે આરોપીઓને પકડવા ખુબ જ અઘરૂ કામકાજ છે. નવા સ્કેચ જાહેર કરી રહ્યા છીએ. સ્કેચનું ત્રીજુ વર્ઝન આવી રહ્યા છે. જો કે લોકોને અપીલ છે કે સ્કેચને મળતા આવતા લોકો દેખાય તો પોલીસને જાણ કરવી. કોઇ ભળતા સળથા વ્યક્તિ સાથે ઘર્ષણ કરવું નહી તે પણ અપીલ કરી છે. ક્રાઇમ બ્રાંચ સાચો આરોપી ઝડપાય અને ખોટો વ્યક્તિ ન ફીટ ન થઇ જાય તેવા પ્રયાસો કરી રહી છે.

ગ્રાઉન્ડ નજીક ઉર્સ ચાલી રહ્યો હતો. આ ઉપરાંત આસપાસમાં ઘણુ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું તેથી મજુરોની વસ્તી પણ ઘણી વધારે છે. આ ઉપરાંત ખુલ્લો વિસ્તાર હોવાથી અસામાજીક તત્વો પણ અહીં અડ્ડો જમાવીને બેઠા હોય છે. આવી તમામ શક્યતાઓને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. આ તપાસમાં એની ખાસ તકેદારી રાખવમાં આવી રહી છે કે, ખોટી વ્યક્તિ ફીટ ન થઇ જાય અને સાચો આરોપી છુટી પણ જાય નહી.

(4:51 pm IST)