ગુજરાત
News of Tuesday, 3rd December 2019

ગુજરાતમાં મહિલાઓ અસલામતઃ છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ ઉપર બળાત્કારની ઘટનાઓમાં બમણો વધારોઃ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનો આક્ષેપ

અમદાવાદ : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાં 24થી વધારે બળાત્કારની ઘટનાઓ બની છે. નાની બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનઓ બની રહી છે, છતાં સરકાર કહે છે કે સબ સલામત છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ જોઈએ તો રાજ્યમાં મહિલાઓ ઉપર બની રહેલા અત્યાચાર અને બળાત્કારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં મહિલાઓ અસલામત છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓમાં બમણો વધારો થયો છે. સાથે સાથે ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતીના કેસોમાં પણ વધારો થયો છે. જે ગુજરાત માટે ચિંતાજનક છે. સરકાર દ્રારા મહિલા સુરક્ષા માટે ગંભિર પગલાં લેવાવા જોઈએ તે લેવાતા નથી.

સરકારનું ગૃહ વિભાગ અસંવેદનશીલ છે અને ગૃહ વિભાગની કામગીરી નિષ્ક્રીય હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજ્યના ગૃહ પ્રધાનના નિવેદનનો જવાબ આપતાં તેમણે કહ્યુ કે રાજ્યના ગૃહમંત્રીનુ છ મહિના પહેલા પણ આવુ જ નિવેદન હતુ. જ્યાર ઘટના બને ત્યારે માત્ર નિવેદન આપવામાં આવે છે પરિવાર પર શું વિતે છે તે સરકાર વિચારી સંવેદનશીલ બને.અને કડકમાં કડક પગલા ઉઠાવે તે જરૂરી છે.

મહિલા પર થતા બળાત્કારોનાં આંકડાઓ

બળાત્કારના કેસ

વર્ષ

 

2009-10

427

2010-11

402

2011-12

488

2012-13

628

2013-14

751

2014-15

887

2015-16

923

2016-17

936

2017-18

936

ગુજરાતમાં મહિલાઓની છેડતીનાં કિસ્સા

છેડતીના કેસો

વર્ષ

 

2013-14

1297

2014-15

1235

2015-16

1241

2016-17

1192

2017-18

1335

મહિલા ગુમ થયાના આંકડા

ગુમ થયાનો આંકડો

વર્ષ

 

2013-14

5069

2014-15

4967

2015-16

5154

2016-17

5609

(4:50 pm IST)