ગુજરાત
News of Tuesday, 3rd December 2019

DPS સ્કૂલને માન્યતા આપનાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ-કાર્યવાહી થશે :શિક્ષણ વિભાગે આપ્યા આદેશ

જો અધિકારી નિવૃત હશે તો પણ તેની સામે કાર્યવાહી થશે.

અમદાવાદની DPS સ્કૂલ મામલે બેદરકારી કરનારા અધિકારીઓ સામે તપાસના આદેશ આપી દેવાયા છે. DPS સ્કૂલને માન્યતા આપનાર અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે. રાજ્ય શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળા નિયામકને તપાસ સોંપી છે. 2012માં DPS સ્કૂલને માન્યતા આપવામાં આવી હતી. ત્યારે માન્યતાને લઇ સંબંધિત અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે. જેમાં જો અધિકારી નિવૃત હશે તો પણ તેની સામે કાર્યવાહી થશે.

   અમદાવાદની DPS સ્કૂલની માન્યતા રદ થવાને લઇ વાલીઓ ચિંતિત છે. ત્યારે વાલીઓએ અમદાવાદ DEOને DPS સ્કૂલ ચાલુ રાખવાની રજૂઆત કરી છે. 2 મહિના માટે બાળકોને ક્યાં મૂકવા તેને લઇને વાલીઓને ચિંતા છે. ત્યારે વાલીઓનું કહેવું છે કે બીજી શાળાઓ વાલીઓને પ્રવેશ નથી આપતી. જેથી બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી છે.

(1:46 pm IST)