ગુજરાત
News of Tuesday, 3rd December 2019

મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન બાદ રો-રો ફેરી સર્વિસ પાર સંકટ : આઇલેન્ડ જેડ નામનું વેસલ વેચવા કાઢ્યું

રાજ્યમાં બુલેટ ટ્રેન માટે હજી સુધી માત્ર ૫૮ ટકા જેટલી જમીન સંપાદન થઇ

અમદાવાદ : નુકશાનીનો સામનો કરી રહેલ રોરો ફેરી સંચાલકો દ્વારા બે વેસલ પૈકી એક વેસલ વેચવા કાઢવામાં આવ્યું છે. રો રો સંચાલકો પાસે વોયેજ સીમફની અને આઇલેડ જેડ નામના બે વેસલ છે. જેમાંથી આઇલેન્ડ જેડ નામનું વેસલ વેચવા કાઢ્યું છે.

  આ વેસલમાં 2017 માં નરેન્દ્રભાઈ  મોદીએ મુસાફરી કરી પ્રથમ ફેજનું રોરો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તે જ વેસલ વેચવા કાઢ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દરિયામાં પૂરતો ડ્રાફ્ટ ન મળવાથી બંને વેસલ સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવ્યા હતા.

  દેશના સૌપ્રથમ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ હાલ ચાલી રહ્યું છે. જો કે જમીન સંપાદનની સમય મર્યાદા કરતા ખૂબ ધીમી ગતિથી કામ થાય છે. રાજ્યમાં આ પ્રોજેક્ટ માટે હજી સુધી માત્ર ૫૮ ટકા જેટલી જમીન સંપાદન થઇ છે. સૌથી વધારે ખેડા જિલ્લામાં સંપાદનની કામગીરી પૂર્ણ કરાઇ છે જ્યારે નવસારી જિલ્લામાં હજી સુધી જમીનનો એક પણ પ્લોટ પ્રાપ્ત થયો નથી.

(1:41 pm IST)