ગુજરાત
News of Tuesday, 3rd December 2019

ગુજરાતના એસટી-જીઇબી સહિત તમામ બોર્ડ-નિગમોના કર્મચારીઓને મહિને માંડ ૧પ૦૦ થી ૩ હજાર પેન્‍શનઃ પમીએ દેખાવો

૧૯૯પના વર્ષથી નેશનલ પેન્‍શન સ્‍કીમમાં આવરી લેવાયા છતા સરકાર લઘુતમ પેન્‍શન ૯ હજાર આપતી નથી : ગુજરાત એસટી સંઘના નેજા હેઠળ રાજયના ર હજાર નિવૃત કર્મચારીઓ દિલ્‍હી જશે ધરણા-રેલી સાથે રજુઆતો

રાજકોટ તા. ૩ : સન્‍માનજનક પેન્‍શન અને અન્‍ય માંગણીઓ સાથે રાજકોટ-ગુજરાત સહિત દેશભરના હજારો પેન્‍શનરો પમીએ દિલ્‍હી ખાતે ઉમટી પડશે અને દિલ્‍હી જંતરમંતર ખાતે મહારેલી-ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યાની જાહેરાત કરાઇ છે.

ગુજરાત સરકારના એસટી-જીઇબી સહિત તમામ બોર્ડ નિગમના નિવૃત કર્મચારીઓને દર મહિને માત્ર ૧પ૦૦ થી ૩ હજાર જેવુ પેન્‍શન મળે છે, અમુકને ત મળતુ જ નથી, આ અંગે અનેક-વખત રજુઆતો-આવેદનો અપાયા હતા સરકાર કેન્‍દ્રના ધોરણે પ૦ ટકા પેન્‍શન આપતી નથી, બોર્ડ નિગમના કર્મચારીઓને ૧૯૯પ ની સાલથી પેન્‍શન સ્‍કીમમાં આવરી લેવાયા છે, પેન્‍શનરો દરમહિને ૯ હજાર રૂપિયા ઉપરાંત મોંઘવારીએ મુજબ ચુકવણુ કરવા માંગણી કરી રહ્યા છ.ે

સરકાર રપ વર્ષે પણ કશુ કરતી ન હોય. નેશનલ ફેડરેશન ઓફ રીટાયર્ડસના નેજા હેઠળ પ મીએ દિલ્‍હીમાં જબરા દેખાવો, રેલી-ધરણા યોજો.

જેમાં ગુજરાત એસટી નિવૃત કર્મચારી સંઘના નેજા હેઠળ ર૦૦૦ થી વધુ નિવૃતો ભાગ લેવા તા.૪ના રોજ દિલ્‍હી પહોંચી જશે.

ગુજરાત એસટી નિવૃત સંઘના અધ્‍યક્ષ એસ.એમ.બારીયા અને ઉપાધ્‍યક્ષ કુરજીભાઇ હરખાણીની યાદીમાં જણાવ્‍યા મુજબ અમારી માંગણી એ છેકે તમામ પેન્‍શનરોને કેન્‍દ્રના ધોરણે પેન્‍શન આપવા અને  લઘુતમ પેન્‍શન દર ૯૦૦૦ રૂપિયા ઉપરાંત મોંઘાઇએ મુજબ ચુકવણું ચાલુ કરવામાં આવે, રાજય સભામાં મુકાયેલા કોશીયારી કમીટીના અહેવાલનો અમલ કરવામાં આવે, તા.૪ ઓકટોબર ર૦૧૬ ના સુપ્રીમ કોર્ટના આદેશ અન્‍વયે ઇપીએફઓના તા.ર૩ માર્ચ ૧૭માં આપેલા ઉચ્‍ચતમ પેન્‍શન ચુકવવાની સુચના તાકીદે લાગુ પાડવી, તેમજ ઇપીએફ દ્વારા બહાર પાડેલો પરિપત્ર રદ કરવો.

(12:37 pm IST)