ગુજરાત
News of Tuesday, 3rd December 2019

અમદાવાદ : ડેંગ્યુના માત્ર ૩૦ દિવસમાં જ ૭૯૩ કેસ નોંધાયા

ડેંગ્યુના મોટી સંખ્યામાં કેસોથી ખળભળાટ ફેલાયો : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ઘણા પગલા લેવાયા છતા પણ ડેંગ્યુનો કહેર યથાવત રહ્યો

અમદાવાદ, તા. : અમદાવાદ શહેરમાં ડેંગ્યુનો આતંક અકબંધ રહ્યો છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ડેંગ્યુના રેકોર્ડ કેસ નોંધાયા છે. આંકડા પર નજર કરવામાં આવે તો માત્ર નવેમ્બર મહિનામાં ૭૯૩ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પહેલીથી ૩૦મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૭૯૩ કેસો નોંધાયા હતા. ડેંગ્યુના કેસોમાં તીવ્ર વધારો નોંધાયો છે. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી બે ગણો થઇ ચુક્યો છે અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી પહોંચી ગયો છે. ડિસેમ્બર મહિનાનો ગાળો બાકી હોવાથી આંકડો ચિંતાજનક સ્તરે પહોંચી શકે છે. ઝાડા ઉલ્ટીના નવેમ્બર સુધી ૪૬૮ કેસો નોંધાયા છે જ્યારે ડેંગ્યુના ૧૯૩ કેસ સપાટી ઉપર આવતા ચિંતા રહી છે

                   આવી રીતે નવેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૨૩૯૮૯ લોહીના નમૂનાની સામે ૩૦મી નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ૧૧૩૫૨૯ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. નવેમ્બર ૨૦૧૮  દરમિયાન લેવામાં આવેલા ૩૩૨૦ સિરમ સેમ્પલની સામે ૩૦મી નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ૬૧૧૮ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. કમળાના ૩૦ દિવસના ગાળામાં ૧૭૧, ટાઇફોઇડના ૩૫૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૧૨૨૭૨ ક્લોરિન ટેસ્ટ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્ય છે.

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા. : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ

૧૨૨૭૨

ક્લોરિન નિલ

૧૩૫

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના

૧૬૧૧

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા

૩૯

ક્લોરીન ગોળીઓનું વિતરણ

૩૭૪૧૨

વહીવટી ચાર્જ

૪૧૯૫૭૫૨

(9:43 pm IST)